રુદ્ર ગામી: ધોરણ 10 બોર્ડ માં 99.9 PR મેળવનાર ખેડૂત પુત્ર ની સફળતાની કહાની

ગુજરાત બોર્ડ GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષા નું પરિણામ ગયી કાલ એટલે કે 25 મેં ના રોજ જાહેર કરવામાં આવ્યું જેમાં રાજકોટ ના મધ્યમ વર્ગીય ખેડૂત પરિવાર માં થી આવતા રાજકોટ ના રુદ્ર ગામી એ ટોપ રેન્ક 1 મેળવ્યું છે અને પુરા ગુજરાત માં સફળતા નો ડંકો વગાડ્યો છે. દરેક સફળ વિદ્યાર્થી પાછળ કઠોર પરિશ્રમ અને તેના પરિવાર ની મહેનત છુપાયેલી હોય છે. રુદ્ર ની સફળતા અને સંઘર્ષ ની કહાની પણ કૈંક એવી જ છે.

રુદ્ર ગામી એ ધોરણ 10 માં 99.9 PR એટલેકે 96.66 ટકા મેળવી તેના માં બાપ સાથે પુરા રાજકોટ નું નામ ઉજ્વળ કર્યું છે. રુદ્ર અને તેનો પરિવાર રાજકોટ માં રહે છે અને રુદ્ર ના પપ્પા એક ખાનગી ઓફિસ માં નોકરી કરે છે અને સાથે સાથે ખેતી કામ પણ કરે છે. આજે એક ખેડૂત પુત્રે કઠોર પરિશ્રમ બાદ ધોરણ 10 માં ટોપ કરતા પુરા દેશ ના નામ રોશન કર્યું છે.

રુદ્ર ગામી ની સફળતા પાછળ કોણ જવાબદાર ?

રુદ્રએ ગુજરાતી જાગરણ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખૂબ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતી કામ કરતા હોવા છતાં મારા અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખી રહેતા હતા. સાથે જ શાળા દ્વારા પણ મારી આર્થિક પરિસ્થિતિ ધ્યાને રાખી મને વિના મૂલ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. મેં શરૂઆતથી જ ખૂબ મહેનત કરી હતી. જેમાં શાળાના સમય ઉપરાંત ઘરે પણ સતત વાંચતો હતો. જ્યારે મુશ્કેલી પડી ત્યારે શાળાના શિક્ષકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. જેના કારણે આજે મને સફળતા મળી છે. આગળ IITમાં અભ્યાસ કરીને એન્જિનિયરિંગ બનવાની ઈચ્છા છે અને અત્યાર સુધી મને મારા પિતાએ અને પરિવારે પણ સપોર્ટ કર્યો છે અને આગામી દિવસોમાં પણ આવી જ સફળતા મેળવતો રહેશે તો હું ખૂબ જ સફળતાના શીરો કરતો રહીશ.

શું કરે છે રુદ્ર ના પિતા?

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ખાતે રુદ્ર ના પિતા ખેતી કરતા હતા અને પુત્ર ને ભણાવવા અર્થે તેઓ રાજકોટ માં ભાડા ના મકાન માં રહેતા હતા. રુદ્રના પિતા જીતેન્દ્રભાઈ ગામીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને ખેતી કામ કરું છું અને રાજકોટમાં ખાનગી ઓફિસમાં નોકરી કરું છું. આજે મારા દીકરાએ 99.99 PR મેળવ્યા છે. હું આજે ખૂબ જ ખુશ છું.

જો તમને રુદ્ર અને તેના પરિવાર ની સખત મહેનત પસંદ આવી હોય તો આ પોસ્ટ ને તમારા મિત્રો અને પરિવાર સાતે જરૂર શેર કરો. શું ખબર તમારા પરિવાર માં થી પણ કોઈ આ મોટિવેશન લઇ ને મહેનત કરે અને સફળતા ના શિખરો સર કરે

Leave a Comment