સી-પ્લેન નું બુકીંગ કેવી રીતે કરવું? અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા જવા | SpiceJet Seaplane Booking

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની જવા માટે સ્પાઈસ જેટ સી પ્લેન સત્તાવાર રીતે શરૂ થયું. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રવાસી તરીકે આ સેવા શરૂ કરી. અહીં તમે જાણશો કે આ sea plane નો શું દર છે, શુ સમય છે અને આ સ્પાઇસ જેટ સી પ્લેન નું ઓનલાઈન ટિકિટ બુકીંગ કેવી રીતે કરવું. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સ્પાઈસજેટ સી પ્લેન ટિકિટની કિંમતો, અંતર અને તમારા તરફ થી વધુ વારંવાર પૂછાતા પ્રશ્નો નો સચોટ જવાબ સાથે અહીં ઉલ્લેખ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઑક્ટોબરે ગુજરાતમાં ભારતની પ્રથમ સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, કેવડિયા કોલોનીમાં ભારતની પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 182-મીટર પ્રતિમાથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સુધી કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

સીપ્લેન શું છે?
સીપ્લેન સામાન્ય રીતે ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટ હોય છે જેમાં ઘણી ઓછી સીટો હોય છે અને તે પાણીમાંથી ઉડાન ભરી શકે છે અને તેના પર ઉતરી શકે છે. તે 19મી સદીથી ઉપયોગમાં લેવાય છે.

અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું અંતર:
અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું હવાઈ અંતર લગભગ 200 કિલોમીટર છે. સી પ્લેનને અંતર કાપવામાં લગભગ 45 મિનિટનો સમય લાગે છે.

સીપ્લેન સેવા માટેની ટિકિટની કિંમત:
સ્પાઈસજેટ દ્વારા લીઝ પર આપવામાં આવેલ ટ્વીન ઓટર 300 સી પ્લેન માં 15 મુસાફર તેમજ 4 ક્રુ મેમ્બર નો સમાવેશ થાય છે. ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ ₹2,700 છે. તેમાં દરરોજ સવારની પહેલી ફ્લાઇટ ના 5 મુસાફરો ₹1,700 ની કિંમત માં અમદાવાદ થી કેવડિયા જઈ શકે છે. સી પ્લેન 15 સીટર ટ્વીન ઓટર 300 છે અને તેનો ઇતિહાસ અકસ્માત મુક્ત છે.

સી પ્લેન અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ટાઈમ ટેબલ
અમદાવાદ થી પર્યટક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા જવા માટે દરરોજ ની 2 ફ્લાઇટ અત્યાર ના સમયે ઉપલબ્ધ છે જેનું સમય પત્રક નીચે મુજબ છે જેમાં વિમાન નો ઉપાડવાનો સમય તેમજ ઉતારવાનો સમય દર્શાવ્યો છે.

સ્થળઉપાડવાનો સમયપહોંચવાનો સમય
સાબરમતી રિવર ફ્રન્ટ, અમદાવાદ10.15 AM10.45 AM
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા11.45 AM12.15 PM
સાબરમતી રિવર ફ્રન્ટ, અમદાવાદ12.45 PM1.15 PM
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા3.15 PM3.45 PM

સ્પાઇસજેટ સીપ્લેન ટિકિટ બુકિંગ ઓનલાઇન:
સત્તાવાર વેબસાઈટ www.spiceshuttle.com પર તમે વિઝિટ કરી ને ઓનલાઇન માધ્યમ થી ટિકિટ બુક કરાવી શકો છો.

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સી-પ્લેન નું બુકીંગ ઓનલાઇન કઈ વેબસાઈટ પરથી કરવું ?
અમદાવાદ થી કેવડિયા જવા કે આવવા માટે સી-પ્લેન નું બુકીંગ તમે સ્પાઇસ જેટ ની સત્તાવાર વેબસાઈટ spiceshuttle.com પર થી કરી શકો છો અથવા તો તમે statueofunityonline.com ઉપર તમે પૂછ પરછ કરી શકો છો.

1 સાથે સી-પ્લેન માં કેટલા વ્યક્તિ મુસાફરી કરી શકે છે
અમદાવાદ થી કેવડિયા સુધીના આ સી-પ્લેન માં 15 પેસેન્જર અને 4 ક્રૂ મેમ્બર એક સાથે મુસાફરી કરી શકે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સી પ્લેન સર્વિસની કિંમત શું છે?
રેગ્યુલર ચાર્જ રૂ. 2700 છે અને સવારની પ્રથમ ફ્લાઇટ માં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેમાં પ્રથમ 5 પેસેન્જર રૂ. 1700 માં સવારી કરી શકે છે.

Leave a Comment