સાવધાન! ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા પરિણામ ની નકલી અખબાર યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્છતાર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા ના પરિણામ ની વિદ્યાર્થીઓ ખૂબ જ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે, તેવામાં ઈન્ટરનેટ પાર પરિણામ ની ખોટી તારીખ અને લિંક વાઇરલ થઇ રહી છે. એ જોતા જ GSEB એ ઓફિશ્યિલ નોટિસ સત્તાવાર વેબસાઈટ પર રજુ કરી છે.

gseb 12 arts commerce result

ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા ના પરિણામ નકલી સૂચના (બોર્ડે શુ કહ્યું)

GSEB સત્તાવાર વેબસાઈટ પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નોટિસ માં લખે છે, “આજ રોજ સોશ્યિલ મીડિયામાં ધોરણ 12 (આર્ટ્સ /કોમર્સ) પરિણામ તારીખ 27/5/2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબાર યાદી ફરી રહી છે. GSEB દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી. આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવતી છે અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ ) નું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે ક્યારે જાહેર થશે તેની અખબારયાદી બોર્ડ ની વેબસાઈટ પર મુકવામાં આવશે.”

ઈન્ટરનેટ પર લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) નું પરિણામ જૂન મહિના ના પ્રથમ અઠવાડિયા માં રજુ કરવામાં આવશે. પણ તમે આવી વાતો માં આવશો નહિ અને પરિણામ જાણવાની ઉતાવળ માં કોઈ બિનસત્તાવાર વેબસાઈટ લિંક પર ક્લિક કરશો નહિ. તમે નીચે દર્શાવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ની વેબસાઈટ પર મુલાકાત લઇ જોઈ શકો છો કે તમારું પરિણામ આવ્યું કે નહિ.

GSEB HSC પરિણામ 2023 ઑનલાઇન કેવી રીતે તપાસવું?

ગુજરાત બોર્ડનું ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જોવા માટે, આ પગલાં અનુસરો:

પગલું 1: GSEB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
પગલું 2: GSEB સત્તાવાર વેબસાઇટ પર “Results” અથવા “Examination” વિભાગ જુઓ.
પગલું 3: ખાસ કરીને 12મા પરિણામ સાથે સંબંધિત લિંક પર ક્લિક કરો.
પગલું 4: પ્રદાન કરેલ ફીલ્ડ્સમાં તમારો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
પગલું 5: “સબમિટ” બટન પર ક્લિક કરો.
પગલું 6: તમારુ પરિણામ તમારી સામે પ્રદર્શિત થશે.
પગલું 7: જો જરૂરી હોય, તો ભાવિ સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો છો.

તમે તમારું પરિણામ Whatsaap કે SMS ના માધ્યમ થી પણ મેળવી શકો છો. તે માટે તમારા મોબાઈલ માં થી બોર્ડ દ્વારા રજુ કરવામાં આવેલ નંબર પર મેસેજ કે SMS કરવાનો હોય છે. ત્યાર બાદ તમે જયારે તમારો પરીક્ષા નો બેઠક ક્રમાંક આપશો એટલે તમને તમારું પરિણામ જોવા મળી જશે. પણ એ લાંબી માથાકૂટ માં પડ્યા વગર તમે સીધું જ GSEB ની સત્તાવાર વેબસાઈટ પર જઈને સંપૂર્ણ પરિણામ ની PDF મેળવી શકશો.

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

GSEB દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા 14 માર્ચ થી 31 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવેલી 4 જેમાં લાખ થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપવા આવેલા. હવે આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થી તેમનું પરિણામ બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકશે અને જો તેનાથી એ ખુશ નથી તો Re -Evaluation નું ફોર્મ ભરી શકશે.

Leave a Comment