અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ દેશનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અમદાવાદ મેટ્રો ટ્રેન અત્યારે ક્યાંથી ક્યાં જવા માટે ઉપલબ્ધ છે એનું પૂરું લિસ્ટ એન્ડ એક સ્ટેશન થી બીજા સ્ટેશન પર જવા માટે કેટલી ટિકિટ છે એની પૂરું માહિતી તમને જાણવા મળશે. અમદાવાદ મેટ્રો ટ્રેન રૂટ અને પૂરો નકશો પણ ઉપલબ્ધ છે જે તમારી પહેલી મુસાફરી ખુબજ સરળ બનાવશે, અમદાવાદ મેટ્રો ટ્રેન ટિકિટ નું બુકિંગ ઓનલાઇન અને ઑફ લાઈન કેવી રીતે કરવું એની સચોટ માહિતી અહીંયા આપવામાં આવી છે.
ગત વર્ષે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ ના પ્રથમ તબક્કા -1 નું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી બતાવી અને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી લીધી. તે જ દરમિયાન પ્રધાનમંત્રીએ આજે ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં મુસાફરી કરી.
જો તમે અમદાવાદ મેટ્રો માં પ્રથમ વખત સવારી કરવા જાયી રહ્યા ચો તો તમારા માટે આ માહિતી ખુબજ ઉપયોગી સાબિત થશે કે મેટ્રો ટ્રેન માં કયા સ્ટેશન થી કયા સ્ટેશન જવા માટે કેટલી ટિકિટ છે અને કેવી રીત બુકિંગ કરવું.
અમદાવાદ મેટ્રો ટ્રેન રૂટ અને ટિકિટ ની કિંમત ?
અમદાવાદ મેટ્રો ટ્રેન માં મુસાફરી કરવી એ એકદમ સસ્તી છે, 5 રૂપિયા થી લઇ ને 25 રૂપિયા સુધી માં તમે તમારા પસંદ ના સ્થળ ઉપર એકદમ ઝડપ થી પહોંચી શકો છો. અહીંયા નીચે ટેબલ લિસ્ટ માં તમે જોઈ શકો છો મેટ્રો ટ્રેન મુસાફરી માટે એક સ્ટેશન થી બીજા સ્ટેશન ની કિંમત.
મેટ્રો ટ્રેન રૂટ માં કોરિડોર 1 એટલે કે APMC થી Motera Stadium સુધી ના દરેક સ્ટેશન અને કોરિડોર 2 એટલે કે થલતેજ ગામ થી લઇ ને વસ્ત્રાલ ગામ સુધી ના દરેક સ્ટેશન ની માહિતી અહીં આપવામાં આવી છે. તમે ગુજરાત મેટ્રો રેલ ની સત્તાવાર વેબસાઈટ વિઝિટ કરી ને પણ વધુ માહિતી લઇ શકો છો.
અમદાવાદ મેટ્રો ટ્રેન ટિકિટ બુકિંગ કેવી રીતે કરવું ?
મેટ્રો ટ્રેન ટિકિટ બુકિંગ તમે મેટ્રો સ્ટેશન પર જઈને જ કરી શકો છો. દરેક સ્ટેશન પર મેટ્રો ટ્રેનનું ટિકિટ કાઉન્ટર છે જ્યાં તમે સરળતાથી ટિકિટ મેળવી શકો છો. મેટ્રો સ્ટેશન પર ટિકિટ બુકિંગ માટે સામાન્ય તેમજ વિકલાંગ માટે AVF (ઓટોમેટિક વેન્ડિંગ મશીન) કે TVF (ટિકિટ વેન્ડિંગ મશીન) ની પણ સુવિધા આપવામાં આવી છે. ATM જેવા દેખાતા મશીનમાં તમે જાતે જ તમારો રૂટ નક્કી કરી અને ટિકિટ બુક કરી શકો છો જે એકદમ સરળ છે કેમ કે ટિકિટ બુકિંગ તમે તમારી પસંદગીની ભાષા ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી માં કરી શકો છો.
અમદાવાદ મેટ્રો ટ્રેનની ટિકિટ ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ છે. તમે ખૂબ જ ઓછી કિંમત માં મેટ્રો ટ્રેનની સવારીનો આનંદ માણી શકો છો. તે ઉપરાંત રોજિંદા મુસાફરો માટે મેટ્રો ટ્રેન પાસ સેવા પણ ઉપલબ્ધ છે જે તમારી દરોજ ની મુસાફરી ને ખુબજ સસ્તી બનાવશે. અમદાવાદ મેટ્રો ટ્રેન પાસ એટલે કે સ્માર્ટ કાર્ડ કેવી રીતે મેળવવું એની માહિતી મેટ્રો ટ્રેન ની સત્તાવાર વેબસાઈટ પર આપેલી છે જેની લિંક નીચે દર્શાવી છે.
તો મેટ્રો ટ્રેન મુસાફરી માટે હાલમાં ઑફલાઇન બુકિંગ ઉપલબ્ધ છે જે એકદમ સીધું અને સરળ છે.
અમદાવાદ મેટ્રો ટ્રેન ટાઈમ ટેબલ અને લાગતો સમય ?
અમદાવાદ મેટ્રો ટ્રેન ખુબજ ઝડપી સુવિધા સાથે ઉપલબ્ધ છે જેથી મુસાફરો એ વધુમાં વધુ 20 મિનિટ ની રાહ જોવી પડે છે મેટ્રો ટ્રેન પકડવા માટે. મેટ્રો ટ્રેન ના કોરિડોર 1 અને કોરિડોર 2 ના રૂટ માં લાગતો સમય નીચે દર્શાવ્યો છે.
વસ્ત્રાલ ગામ થી થલતેજ સુધી મેટ્રો ને લાગતો સમય – 45 મિનિટ 33 સેકન્ડ
થલતેજ થી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો ને લાગતો સમય – 43 મિનિટ 46 સેકન્ડ
APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો ને લાગતો સમય – 41 મિનિટ 55 સેકન્ડ
મોટેરા સ્ટેડિયમ થી APMC સુધી મેટ્રો ને લાગતો સમય – 40 મિનિટ 56 સેકન્ડ
વધુમાં તમે અમદાવાદ મેટ્રો ટ્રેન ની પહેલી અને છેલ્લી ટ્રેન નો સમય ની જાણકારી સત્તાવાર વેબસાઈટ દ્વારા લઇ શકો છો જેની લિંક નીચે આપેલી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની શહેરોને જોડતી આ ટ્રેન દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ છે. આવી પ્રથમ ટ્રેન નવી દિલ્હી-વારાણસી રૂટ પર શરૂ કરવામાં આવી હતી, જ્યારે બીજી નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રૂટ પર.
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
“આ ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ આપશે. સંપૂર્ણ વાતાનુકૂલિત વંદે ભારતમાં ઘણી આધુનિક સુવિધાઓ છે, જેમ કે સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઇટ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા, આરામ કરવાની સુવિધા, આરામદાયક બેઠકો.
આ ટ્રેન મુસાફરોને એરક્રાફ્ટ જેવો મુસાફરીનો અનુભવ અને અદ્યતન સલામતી સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં કવચ ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ છે.
શું અમદાવાદ મેટ્રો ટ્રેન નું ટિકિટ બુકિંગ ઓનલાઇન કરી શકાય ?
હાલ ની તારીખ માં અમદાવાદ મેટ્રો ટ્રેન ટીકીટ બુકીંગ ઓનલાઇન ઉપલબ્ધ નથી. તમે સ્ટેશન પરથી જ ટિકિટ મેળવી શકશો.
અમદાવાદ મેટ્રો ટ્રેન ની ટિકિટ નો દર શું છે?
5 રૂપિયા થી લઇ ને 25 રૂપિયા સુધી માં તમે મેટ્રો ટ્રેન નો આનંદ લઇ શકો છો અને એ ટિકિટ નો દર તમારા મુસાફરી ના અંતર ઉપર આધારિત છે.
અમદાવાદ મેટ્રો ટ્રેન કયા સ્ટેશન પર ઉપલબ્ધ છે ?
અમદાવાદ મેટ્રો ટ્રેન ની મુસાફરી એ ઇ સી, અમરાઈવાડી, એ પી એમ સી, એપેરલ પાર્ક, કોમર્સ છ રસ્તા, દૂરદર્શન કેન્દ્ર, ગાંધીગ્રામ, ઘીકાંટા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, જીવરાજ પાર્ક, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, મોટેરા સ્ટેડિયમ, નિરાંત ક્રોસ રોડ, જૂની હાઇ કોર્ટ, પાલડી, રબારી કોલોની, રાજીવ નગર, રાણીપ, સાબરમતી, સાબરમતી રેલવે સ્ટેશન, શાહપુર, શ્રેયસ, એસ પી સ્ટેડિયમ, થલતેજ, ઉસ્માનપુરા, વાડજ, વસ્ત્રાલ, વસ્ત્રાલ ગામ, વિજય નગર સ્ટેશન પર ઉપલબ્ધ છે.
જો તમને અમદાવાદ મેટ્રો ટ્રેન અને ટિકિટ બુકિંગ ની આ સચોટ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો કે સગા સબંધીયો ને વૉટ્સએપ પર શેર કરો.