PM Modi એ જાપાન ના હિરોશિમા માં મહાત્મા ગાંધીની પ્રતિમા નું અનાવરણ કર્યું, જુઓ વિડીયો

મહાત્મા ગાંધી એમના જીવન ના આચાર, વિચાર અને સિદ્ધાંતો ને કારણે વિશ્વભર માં ખુબજ લોકપ્રિય છે અને આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજી ની અર્ધ પ્રતિમા નું અનાવરણ કર્યું એમની જાપાન દેશ ની મુલાકાત દરમિયાન. તો આવો જોઈએ વીડિયો, નરેન્દ્ર મોદી એ ગાંધીજી ના આચાર વિચાર કેવી રીતે જાપાન ના લોકો માં પણ ફેલાવ્યા અને કેવી રીતે મહાત્મા ગાંધી ની અર્ધ પ્રતિમા નું અનાવરણ કર્યું જાપાન ના હિરોશિમા શહેર માં. 

આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધી ની પ્રતિમા એ શાંતિ, અહિંસા નું પ્રતીક છે. હવે આ પ્રતિમા નું અનાવરણ કરવા માટે હિરોશિમા થી સારી જગ્યા શું હોઈ શકે. તમે જાણતા હશો કે અમેરીએ એ 6 ઔગેસ્ટ 1945 ના રોજ હિરોશિમા પાર વિશ્વનો પ્રથમ અણુબોમ્બ હુમલો કર્યો હતો અને એમાં શહેર નો નાશ થયો હતો જેમાં લગભગ 140,000 થી વધુ લોકો મર્યા હતા.

આજે પણ લોકો ડરે છે જયારે એ હિરોશિમા ની આ ઘટના વિષે યાદ કરે છે જેનો ઉલ્લેખ મોદી જી એ પણ એમની સ્પીચ માં કર્યો તેમની જાપાન મુલાકાત દરમિયાન. G7 સમિટ માટે વડાપ્રધાન મોદીની શહેરની મુલાકાતના પ્રસંગે ભારત અને જાપાન વચ્ચે મિત્રતા અને સદ્ભાવનાના પ્રતીક તરીકે ભારત દ્વારા હિરોશિમાને પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી.

“હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. હિરોશિમામાં આ પ્રતિમા ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. શાંતિ અને સંવાદિતાના ગાંધીવાદી આદર્શો વૈશ્વિક સ્તરે ફરી વળે છે અને લાખો લોકોને શક્તિ આપે છે,” વડા પ્રધાને ટ્વિટ કર્યું. 

વિશ્વ આજે આબોહવા પરિવર્તન અને આતંકવાદથી ઝઝૂમી રહ્યું છે, મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આબોહવા સંકટ સામેની લડાઈ જીતવાનો શ્રેષ્ઠ ઉકેલ ગાંધીજીના આદર્શોને અનુસરીને છે. તેમણે કહ્યું કે ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે મળશે જયારે આપણે સૌ તેમના આદર્શોને અનુસરીશુ. નરેન્દ્ર મોદી એ વાતની ખુશી વ્યક્ત કરે છે કે તેમના દ્વારા જાપાન ના વડા પ્રધાન ને ભેટ માં આપવામાં આવેલું બોધી વૃક્ષ પણ હિરોશિમામાં વાવવામાં આવેલું છે.

તમે અહીં વિડીયો માં જોઈ શકો છો કે મોદી જી કેવી રીતે મહાત્મા ગાંધી જી ની અર્ધ પ્રતિમા નું અનાવરણ કરે છે જાપાન ના હિરોશિમા માં 

Leave a Comment