UPSC 2022 સિવિલ સર્વિસ પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ટોપ યાદી ની લિસ્ટ માં પ્રથમ 4 સ્થાન પર છોકરીઓ એ બાજી મારી અને ભારત દેશ માં ફરી એક વાર સફળતાનો ડંકો વગાડયો તેમના અથાગ પરિશ્રમ અને મક્કમ ઈરાદા થી. તો ચાલો જાણીએ કોણ છે પ્રથમ નંબરનું સ્થાન મેળવનારી ઉત્તર પ્રદેશ ની ‘ઇશિતા કિશોર‘ અને કોણ છે ટોપ 20 ની યાદી માં.
23 મે એટલેકે મંગળવાર ના રોજ યુનિયન પબ્લિક કમિશને નિમણુંક માટે 933 ઉમેદવારો ની ભલામણ કરી હતી. કમિશને કુલ 933 ઉમેદવારો (613 પુરૂષો અને 320 મહિલાઓ) વિવિધ સેવાઓમાં નિમણૂક માટે ભલામણ કરી છે. યાદી ના લિસ્ટમાં પ્રથમ નંબરે છે ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ થી ઇશિતા કિશોર (રોલ નંબર 5809986) જેમને દિલ્હી ની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ થી 2017 માં કોમર્સ વિષય માં ડિગ્રી મેળવી અને ત્યાર બાદ UPSC ની તૈયારી માં લાગી ગયી
ઓલ ઇન્ડિયા રેન્ક 1 (AIR 1) મેળવનાર ઇશિતા કિશોર તેની સફળતા માટે તેના અથાગ પરિશ્રમ ને જ જવાબદાર ઠેરવે છે કેમકે ઇશિતા આના પહેલા પણ UPSC ની પરીક્ષા આપી અને ધાર્યું પરિણામ મેળવવા અસમર્થ રહી પણ હિમ્મત ના હારી અને આજે આ તેના ત્રીજા ટ્રાયલ માં AIR 1 મેળવી પુરા દેશ માં નામ ઊંચું કર્યું.
UPSC 2022 Topper ટોપ 20 ની યાદી
તો હવે ઇશિતા સાથે UPSC 2022 ટોપર ની યાદી માં બીજા, ત્રીજા અને ચૌથા સ્થાન ઉપર પણ છોકરીઓ જ છે. તો આવો જોઈએ ઇશિતા સાથે ની ટોપ 20 ની યાદી તેમના રોલ નમ્બર સાથે.
ક્રમ | નામ | રોલ નંબર |
પ્રથમ | ઈશિતા કિશોર | 5809986 |
બીજો | ગરિમા લોહિયા | 1506175 |
ત્રીજો | ઉમા હરથીન એન | 1019872 |
ચોથો | સ્મૃતિ મિશ્રા | 0858695 |
પાંચમો | મયુર હજારિકા | 0906457 |
છઠ્ઠો | ગહન નવ્યા જેમ્સ | 2409491 |
સાતમો | વસીમ અહમદ ભટ | 1802522 |
આઠમો | અનિરુધ યાદવ | 0853004 |
નવમો | કનિકા ગોયલ | 3517201 |
દસમો | રાહુલ શ્રીવાસ્તવ | 0205139 |
અગિયારમો | પ્રસનજીત કૌર | 3407299 |
બારમો | અભિનવ સિવાચ | 6302509 |
તેરમો | વિધુષી સિંહ | 2623117 |
ચૌદમો | કૃતિકા ગોયલ | 6310372 |
પંદરમો | સ્વાતિ શર્મા | 6802148 |
સોળમો | શિશિરકુમાર સિંઘ | 6017293 |
સત્તરમો | અવિનાશ કુમાર | 0840388 |
અઢારમો | સિદ્ધાર્થ શુક્લ | 0835555 |
ઓગણીસમો | લઘિમા તિવારી | 0886301 |
વીસમો | અનુષ્કા શર્મા | 7815000 |
ઇશિતા કિશોર નો અભ્યાસ
ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ નિવાસી 27 વર્ષ ની ઇશિતા કિશોરે તેનું સ્કૂલ નું શિક્ષણ એર ફોર્સ બાળ ભરતી સ્કૂલ માંથી લીધું. વર્ષ 2017 માં ઇશિતા એ એનું ઇકોનોમિક્સ વિષય સાથે ગ્રૅજ્યુએશન પૂરું કર્યું શ્રી રામ કોમર્સ કોલેજ , નવી દિલ્હી ખાતે.
2017 થી 2019 સુધી ઇશિતાએ ‘રિસ્ક એનાલિસ્ટ’ તરીકે કામ કર્યું EY ખાતે ભારત ના ગુડગાંવ શહેર માં. ઇશિતાએ ઉત્તર અમેરિકા ના ગ્રાહકો સાથે કામ કરવામાં કુશળતા મેળવી. વધુમાં ઇશિતાએ ઇન્ડો-ચાઇના યુથ ડેલિગેશન 2017ના ભાગ રૂપે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે દરમિયાન તેણીએ બેઇજિંગ, હેફેઈ અને શાંઘાઈનો પ્રવાસ કર્યો.
આજતક સાથેના એક ઇન્ટરવ્યુમાં, 27 વર્ષીય યુવતીએ પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું, “મને હવે ઘણા ફોન આવે છે. હું ખૂબ જ ખુશ છું. મારો પરિવાર મારી સાથે છે,”
“આ મારો ત્રીજો પ્રયાસ હતો. મેં ખરેખર સખત મહેનત કરી છે અને તે મારા માટે લાંબી મુસાફરી રહી છે,” ઈશિતા ઉમેરે છે.
“એકવાર જ્યારે મેં મારી મમ્મી ને રેન્કનું અનુમાન કરવા કહ્યું હતું, ત્યારે તેણે ‘પહેલા’ કહ્યું હતું. આજે, મારી મમ્મી ના શબ્દો સાચા પડ્યા,” તે કહે છે.
યુપીએસસી ટોપર ઇશિતા કહે છે, “યુપીએસસી સિવિલ સર્વિસીસ માટે પસંદગી મેળવવી એ એક મોટી વાત છે. મને આ દેશની સેવા કરવાની તક આપવામાં આવી તે બદલ હું ખૂબ જ ખુશ છું.”