ધોરણ 10 નું પરિણામ: જાણો કોણ છે ટોપર, સુરત જિલ્લો 76.45 ટકા સાથે ફરી ટોચ પર

ગુજરાત બોર્ડ દ્વારા આજ સવારે 8 વાગ્યે સત્તાવાર વેબસાઈટ પાર ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 64.62% વિદ્યાર્થી પાસ થયા અને ફરીવાર છોકરીઓ ટોપ ઉપર જોવા મળી. ચોંકાવનારી વાત એ છે કે સુરત જિલ્લો 76.45 ટકા સાથે ફરી ટોચ પર છે. વધુમાં એ પણ જાણો કે કોણ છે ધોરણ 10 ની પરીક્ષા માં આ વર્ષના અને ગયા વર્ષના ટોપર વિદ્યાર્થી ની યાદી માં.

સાથે સાથે એ પણ જુઓ કે ધોરણ 10 ના પરિણામ ની માર્કશીટ સત્તાવાર વેબસાઈટ પર થી કેવી રીતે ડાઉનલોડ કરવી તમારા મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર. ગતવર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ 65 ટકા ની આસપાસ જોવા મળ્યું છે. તમે પાછળના દરેક વર્ષના રિજલ્ટ ના આંકડા જોઈ શકો છો.

ધોરણ 10 નું પરિણામ કેટલા ટકા?

ઉપર જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષા માં પરિણામ 64.62% જોવા મળ્યું છે. ધોરણ 10 ના પરિણામ માં ટોપ ઉપર રહેલા વિદ્યાર્થી નું લિસ્ટ અને જિલ્લા મુજબ ટોપર ની માહિતી જાહેર કરવામાં આવી જેમાં સુરત ના સૌથી વધારે વિદ્યાર્થી પાસ થયા છે. આ વર્ષે GSEB બોર્ડ દ્વારા ટોટલ 958 સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 7,41, 411 વિદ્યાર્થીઓ એ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું અને જેમાંથી 7,24,898 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. 4,74,893 વિદ્યાર્થી પાસ થયા છે. જેમાં 272 શાળાઓ એવી છે કે જેમાં બધા જ વિદ્યાર્થી પાસ થયા છે. તમે પણ GSEB નું રિજલ્ટ સત્તાવાર વેબસાઈટ ઉપર જઈ ચેક કરી શકો છો જેની લિંક નીચે આપેલી છે.

A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ: 6,111
B ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ: 86,611
B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ: 1,27,652
C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ: 1,39,242
C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ: 67,373

ધોરણ 10 પરિણામ ના ટોપર ના લિસ્ટ ની યાદી

GSEB દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10 ના પરિણામ ની પાછળના 3 વર્ષ અને આ વર્ષ ના ટોપર વિધાર્થી ની યાદી તમે જોઈ શકો છો. રાજકોટ ના રુદ્ર ગામી એ 99.9 ટકા સાથે ગુજરાત માં ધોરણ 10 ના પરિણામ માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દર વર્ષ ની જેમ આ વખતે પણ ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવાર ના પુત્ર એ ધોરણ 10 બોર્ડ ના પરિણામ માં ડંકો વગાડ્યો છે. વધુમાં પાછળ ના પાંચ વર્ષ માં ધોરણ 10 નું પરિણામ કેવું રહ્યું એ પણ દર્શાવવામા આવ્યું છે.

રેન્ક 1રુદ્ર ગામી, રાજકોટ99.9 ટકા (વર્ષ 2023)

વર્ષ 2019 માં, શાશ્વત ઉપાધ્યાયે 97.16 ટકા માર્ક્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. સવાણી હિલ ઇશ્વરભાઇ ગુજરાત SSC પરીક્ષા 2018 માં પ્રથમ ક્રમાંકિત ઉમેદવાર હતા. તમે ગત વર્ષ ના ટોપર ની યાદી નીચે જોઈ શકો છો.

રેન્ક 1: સવાણી હિલ ઈશ્વરભાઈ – 594 ગુણ
રેન્ક 2: લાડાની કૃષિ હિમાંશુકુમાર – 589 ગુણ
રેન્ક 3: હિંગરાજીયા પ્રિયલકુમાર જીતુભાઈ – 586 ગુણ

નોંધ: વર્ષ 2023 ના ટોપર ના લિસ્ટ ની યાદી, વિદ્યાર્થી ના નામ અને ગુણ સાથે જલ્દી રજુ કરવામાં આવશે.

જુઓ GSEB SSC પરિણામ ના પાછળના વર્ષે પાસની ટકાવારી ના આંકડા

વર્ષ પાસની ટકાવારી
202265.18 ટકા
2021100 ટકા
202060.64 ટકા
201966.97 ટકા
201867.5 ટકા

ધોરણ 10 નું પરિણામ કેવી રીતે ચેક કરવું ?

ધોરણ 10 ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા નું પરિણામ ઓનલાઇન ચેક અને ડાઉનલોડ કરવા માટે તમે નીચેના પગલાં ભરી કરી શકો છો. GSEB વર્ગ 10 ના પરિણામ ની માર્કશીટ ડાઉનલોડ કરવાનાં પગલાં. અહીં કામચલાઉ માર્કશીટ-કમ-પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનાં પગલાં છે.

  1. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો
  2. હોમપેજ પર, GSEB Board SSC Result 2023 Download લિંક પર ક્લિક કરો.
  3. શાળા ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ અથવા સીટ નંબર દાખલ કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરો.
  4. GSEB SSC પરિણામ 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

તો ગુજરાત બોર્ડ ની આ ધોરણ 10 ની પરીક્ષા માં પાસ થનારા તેમજ ટોપર વિદ્યાર્થી અને સુરત જિલ્લાના વિદ્યાર્થી જે સૌથી વધારે ટકા માં પાસ થયા છે તેમને ખુબ ખુબ અભિનંદન. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો તમારા મિત્રો અને સગા સબંધીઓ સુધી શેર કરવા વિનંતી.

Leave a Comment